સુરત : કોવિડ સેન્ટરમાં ગૂંજી ગરબાની ધૂન

admin
2 Min Read

કોરોના સંક્રમણના અજગરી ભરડામાં સમગ્ર સુરત શહેર આવી ગયું છે. દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી ગયો છે. સુરત નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને કોરાના તણાવમાંથી હળવાશ અનુભવે તેઓ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે.દર્દીઓની સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી દર્દીઓને શારીરિક અને માનસિક રીતે ફાયદો થાય તે હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડ સેન્ટર તૈયાર કરવાની ફરજ પડી છે. જેમાં સામાજિક સંગઠનો અને NGO આગળ આવી રહી છે. નાના વરાછા વિસ્તારમાં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કુલ 35 બેડનો ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

 

 

જેમાં દર્દીઓને મોટિવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પૂરું પાડવામાં આવે તો તેઓ માનસિક તાણમાંથી મુક્ત થઈ શકે છે. પરિણામે જે સારવાર આપવામાં આવી રહી છે તેનાથી તેની રિકવરી વધુ ઝડપથી આવી શકે છે. આઇસોલેશન સેન્ટરમાં તમામ વયના દર્દીઓ આવી રહ્યા છે. જ્યાં સુધી હોસ્પિટલમાં વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દર્દીઓ અહીં જ ઓક્સિજનના સહારે સારવાર લઇ રહ્યા છે. ઘણા એવા દર્દીઓ છે કે જે અહીં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે જતા રહે છે. તો કોઈકને વધારે ઇન્ફેક્શન હોય તો તેઓને હોસ્પિટલમાં વ્યવસ્થા થતાની સાથે જ ત્યાં રિફર કરવામાં આવે છે

Share This Article