સુરત : ચંદી પડવાને હવે ગણતરીના દિવસો બાકી

admin
1 Min Read

ભાગળ સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા માવાના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતાં. ભાગળ વિસ્તારમાં આવેલ શંકર માવા ભંડાર અને બંસરી માવા ભંડાર ના ત્યાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. મહાનગરપાલિકાના કુલ આઠ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. ચંદી પડવાના તહેવાર નિમિત્તે ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવાને લઈ તપાસ હાથ ધરાઈ હતી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી હલકી કક્ષા યુક્ત ઘારીમાં ઉપયોગમાં લેવાતા માવાની ફરિયાદને લઈ તપાસ કરાઈ હતી. તમામ સેમ્પલો પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ચૌદ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર વિક્રેતાઓ સામે કાર્યવાહી થશે.સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરીને લઈ માવાના વિક્રેતાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો.

 

Share This Article