સુરત- અડાજણ ખાતે જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-૨૦૨૨’યોજાઇ

Subham Bhatt
1 Min Read

અડાજણ ખાતે જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-૨૦૨૨ ’ને ખુલ્લો મુકતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતીદર્શનાબેન જરદોશ. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જુથની બહેનો દ્વારાઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટેના જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-૨૦૨૨’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ખુલ્લો મુકયો હતો.

Surat- District level 'Gandhi Shilpa Bazar-204' was held at Adajan

સુરતના આંગણે અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ,ખાતે તા.૨૯ મેથી ૭ જુન દરમિયાન સવારે ૧૧.૦૦ થી સાંજના ૯.૦૦ વાગ્યા દરમિયાન ભારતભરમાંથી વિવિધ ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાયજુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે આર્ટ અને ક્રાફ્ટની ચીજવસ્તુઓ વાંસ, લેધરમાંથી બનાવેલી અવનવીવસ્તુઓ, સુશોભન માટેની વસ્તુઓ, સિલ્ક-કોટન સાડી, વાર્લી પેઈન્ટિંગ, કચ્છી ભરતકામ, ખાખરા જેવી અનેક ચીજવસ્તુઓના ૧૦૦ જેટલા સ્ટોલો પ્રદર્શન તથા વેચાણ માટે ઉપલબ્ધ છે.

Share This Article