સુરત : દક્ષિણ ગુજરાતની ૭૫ કોલેજોમાં ચૂંટણી

admin
1 Min Read

સુરત શહેરની ૩૫ અને જિલ્લામાં આવેલી ૪૦ કરતા પણ વધારે કોલેજોમાં વિદ્યાર્થીઓને લોકશાહીનો પાઠ ભણાવવા માટે શુક્રવારે ચુંટણી યોજાઈ હતી. છેલ્લા એક સપ્તાહથી વિવિધ કોલેજોમાં ચુંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડીને પરત ખેંચવા સુધીની પ્રક્રિયા ચાલતી હતી. સાથે સાથે ચુંટણીનો પ્રચાર પણ જોરમાં ચાલ્યો હતો. કોલેજોમાં જી.એસ., સી.આર. અને એલ.આર.ની પસંદગી કરવાની હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. તો ચુંટણીમાં દર વખતની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરાઈ હતી. અને સવારથી જ કોલેજોમાં ચુંટણીનો માહોલ જામ્યો હતો.વધુમાં યોજાયેલા વિદ્યાર્થીઓની ચુંટણીને લઈ કોલેજોમાં રીતસર રાજકીય માહોલ જોવા મળ્યો હતો.

 

Share This Article