સુરત : કોરોનાથી સંક્રમિત ક્વોરન્ટીન પરિવારને ભોજન પહોંચાડવા માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ

admin
1 Min Read

કોરોનાના કપરાં કાળમાં આખેઆખાં પરિવારને જ્યારે હોમ ક્વોરન્ટીન થવું પડે છે. ત્યારે જમવાની અને દવાની ખૂબ જરૂર પડે છે. પરિવારનું કોઈ સભ્ય ઘરની બહાર જઈ શકતું નથી. તેવાં સંજોગોમાંએ પરિવારને શુદ્ધ સાત્વિક ઘર જેવું ભોજન મળી રહે તે માટે વિના મૂલ્યે ટિફિન સેવા શુરૂ કરવામાં આવી છે. જે વ્યક્તિ કે પરિવારને ટિફિનની જરૂર હોય તેમને પહોંચાડવામાં આવી રહ્યા છે અલગ પ્રકારના ટિફિન મોકલાય છે. શ્રીકામધેનું રૂપરજત ગૌશાળા, તારવાડી, રાંદેર રોડથી ક્વોરન્ટીન કરાયેલા પરિવાર માટે સેવા શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણનો ચેપ એટલો વ્યાપક છે કે, આખે આખો પરિવાર કોરોના પોઝિટિવ આવે છે.

ઘરનો કોઈ વ્યક્તિ બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં હોતો નથી. દરેક વ્યક્તિ પરિવારના સંબંધીઓ શહેરમાં રહેતા હોય તેવું પણ નથી. તેથી રોજના જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પણ તેમના માટે મુશ્કેલ બની જાય છે. ઘરની બહાર નીકળવાનું હોતું નથી. તેથી રસોઈ બનાવવા માટે જોઈતી શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ બહાર લેવા જઈ શકાતું નથી તેવા અનેક પરિવારોને સમસ્યા ઉભી થઇ રહી છે. સેવાકીય સંસ્થાઓ આ પ્રકારનો ઉમદા કાર્ય કરી રહી છે માત્ર ટિફિન જ વિનામૂલ્યે નથી આપવામાં આવતું પરંતુ તેની સાથે જો ક્વોરન્ટીન થયેલા પરિવારને દવા, શાકભાજી, ફ્રુટ, કરિયાણાનું સામાન સહિત અન્ય કોઈ પણ પ્રકારની મદદ માટે સેવા આપવામાં આવી રહી છે.

Share This Article