સુરત : ગેહલોત અને મેવાડાને દારૂની હોમ ડિલિવરીનો ધંધો ભારે પડ્યો

admin
1 Min Read

લોકડાઉનમાં (Lockdown) નોકરી છૂટી જતા દારૂના વેપલામાં ઝંપલાવનારા બે રાજસ્થાનીને (Rajasthan) કતારગામ પોલીસે (Katargam) આબાદ પકડી પાડ્યા હતા . મોંઘીદાટ સ્કોચ . વ્હિસ્કીની મોપેડ પર હોમ ડિલિવરી કરતા બંને યુવકો પાસે 1.11 લાખની કિંમતની 42 બોટલ મળી પોલીસે 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ યુવકોએ પોલીસને દારૂનો ધંધો શરૂ કરવા પાછળ ચોંકાવનારું કારણ આપ્યું હતું. યુવકોની વાતો સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી.

જોકે, દારૂ વેચતા પકડાયેલા લોકો હંમેશા આવા કારણો આપતા હોય છે પરંતુ આ યુવકોની વાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કોરોના કાળમાં કેટલાક લોકોનો વેપાર ઉધોગ બંધ થઈ જતા પરિવારની આર્થિક જરૂરિયાત પુરી કરવા આવા લોકો ગુનાહિત કાર્યમાં જોડાય ગયા હતા. જોકે મોટા ભાગના લોકો દારૂના વેપાર સાથે જોડઈ ગયા હતા કારણ કે આ વેપારમાં ઓછા રોકાણે મોટો નફો થતો હતો. ત્યારે સુરતમાં આવી જ રીતે દારૂના વેપાર સાથે જોડાયેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Share This Article