સુરત : સુરતના YMC ગ્રુપ દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

admin
1 Min Read

ઈસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન માસનો 13 એપ્રિલના સાંજે ચંદ્રદર્શનની સાથે જ 14 એપ્રિલ બુધવારથી પ્રારંભ થશે. ત્યારે રમઝાન મહિનાની સાથે જ  મુસ્લિમ સમાજ ખુદાની ઈબાદત માટે સજ્જ બની ગયો છે. ઈબાદતના આ મહિના માટે જરુરીયાતમંદ સૈયદોની સેવા માટે સુરતનું વાયએમસી ગ્રુપ આગળ આવ્યુ છે. સુરતના વાયએમસી ગ્રુપ દ્વારા જરુરીયાતમંદ સૈયદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

મળતી માહિતી મુજબ, સુરતના YMC ગૃપ દ્વારા આવનાર પવિત્ર રમજાન માસ માટે  વિના મુલ્યે રોજા ઇફરી તેમજ અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. દર વર્ષે મુસ્લિમોના દરેક તહેવાર પ્રસંગે વાયએમસી ગ્રુપ દ્વારા જીવન જરુરીયાતની ચીજવસ્તુનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવતુ હોય છે. ત્યારે આ વખતે પણ રમઝાનના પવિત્ર માસને ધ્યાનમાં રાખી આ ગ્રુપ દ્વારા અનાજની કીટ અને રોઝા ઈફ્તારીની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

Share This Article