સુરત : બોરડોલી કોલેજમા GS ની ચુંટણીનો મામલો

admin
1 Min Read

 

સુરત જિલ્લાના બારડોલી પી. આર. બી આર્ટ્સ કોમર્સ કૉલેજમાં જી.એસ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક યુવાને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. કૌશિક રબારી નામના યુવાનs ફાયરિંગ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આજે જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજાઈ હતી.જોકે, સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી પી. આર. બી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ માં જી એસ નીં ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક કૌશિક રબારીએ ફાયરિંગ કર્યું હતું. જાહેર માર્ગ ઉપર ફાયરિંગ કરતા વિદ્યાર્થીઓ અચંબામાં પડી ગયા હતાં. જોકે, આ ફાયરિંગમાં કોઇને ઇજા થઇ નહોતી. વિજયની ખૂશીમાં કરેલા આ ફાયરિંગનો વીડિયો વાયરલ થતા બારડોલી પોલીસે તપાસ હાથ ધરી છે અને વીડિયોના આધારે યુવાનોને પોલીસ મથકે બોલાવાયા હતા. આ ઘટના બનતા બારડોલીની નાયબ પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ફાયરિંગ કરનાર યુવક અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ( ABVP) નો કૌશિક રબારી હોવાનું બહાર આવ્યું હતું. એ.બી.વી.પી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ છે. આ ઘટનાની જાણ થતા ભાજપના નેતાઓ પણ પોલીસ સ્ટેશનો પહોંચ્યા હતા.

Share This Article