સુરત : હીરાબજારમાં હીરા દલાલના ખિસ્સામાંથી રૂ. 42 હજાર ભરેલા પર્સની ચોરી

admin
1 Min Read

સુરત શહેરના મહિધરપુરા હીરાબજારના એક હીરા દલાલનું એલબી ચાર રસ્તાથી અમિષા ચાર રસ્તા વચ્ચે બે મોપેડ સવાર ચાર અજાણ્યા ઇસમોએ રૂપિયા 42 હજાર ભરેલું પર્સ ખિસ્સામાંથી કાઢી ભાગી ગયા હતા હીરા દલાલ બળવંત ભાઈએ કહ્યું હતું કે, વાતોમાં ભોળવી બન્ને બાઇક સવારોએ બાઈક વચ્ચે ઉસાવી ફિલ્મી ઢબે પર્સની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ બાદ મહિધરપુરા પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે. પીડિત હીરા દલાલએ જણાવ્યું હતું કે તેઓ અડાજણ પાલ રોડ પર એલપી સવાણી સ્કૂલની બાજુમાં સમ્રાટ કેમ્પસમાં રહે છે

મહિધરપુરમાં હીરા દલાલીનો વ્યવસાય કરે છે. ગત 23 જુલાઈના રોજ કામ અર્થે મહિધરપુરા હીરા બજારમાં ગયો હતો. સાંજે 5:15થી 5:45 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ હિરાબજાર એલબી રસ્તાથી અમિષા ચાર રસ્તા તરફ જતા ભોલે ચણા સેન્ટર પાસે ઉભા હતા. ત્યારે એક સફેદ કલરની એક્ટિવા પર બે ઇસમો તેની પાસે આવ્યા હતા. જેમાં એક આશરે 25 વર્ષની ઉંમરનો, જેણે શરીરે સફેદ કલ૨નો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેંટ પહેરેલ હતું. પાછળ બેસેલા ઇસમે જે પણ આશરે 25 વર્ષની ઉંમરનો જેણે શરીરે આછા વાદળી કલ૨ જેવો શર્ટ તથા બ્લુ જીન્સ પેંટ પહેરેલ હતુ તે બંને એક બાજુ આવીને ઉભા રહી ગયા હતા.

Share This Article