સુરત : ઉધના પાલકીમાં સ્થાનીકો દ્વારા વિરોધ

admin
1 Min Read

ઉધના ઝોનલ વિસ્તારમાં આવેલા જર્જરિત આવાસમાં રહેતા લોકોએ આજે ઉધના ઝોનમાં મોરચો માંડ્યો હતો. અને હાઉસિંગ બોર્ડના સભ્યોને જર્જરિત થઇ ગયેલા આવાસને તાત્કાલિક રી-ડેવલપ કરવાની માંગ કરી હતી. સાથે ઝોન બહાર નારા લગાવીને રોષ દાખવ્યો હતો. ઉધના મેઈન રોડ પર ત્રણ રસ્તા પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલા એલ.આઈ.જી આવાસના મકાનોની હાલ જર્જરિત થઇ ગયા છે. જયારે પાલિકાએ ખાલી કરવાની નોટીસ ફટકારતા રહીશોએ વૈકલ્પિક રહેઠાણની માંગ કરી હતી. જોકે તેમ છતાં તેમને કોઈ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી તેઓ હાલ આ જર્જરિત આવાસમાં ભય હેઠળ જીવી રહ્યા છે. જે ભયને લઈને આજે રોષે ભરાયેલા રહીશોએ ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો હતો. મોટી સંખ્યામાં રહીશોએ ઝોન ખાતે પહોચી ગયા હતા. રહીશોએ જીવના જોખમે રહેવાની પોતાની પીડા સામે પોતાની રજૂઆત કરીને તાત્કાલિક આવાસોને રી-ડેવલપ કરીને તમામ પરિવારોને ભયમુક્ત કરવાની માંગ કરી હતી. તેમજ કોઈ જાનહાની થાય પછી કોઈ પગલા લેવા કરતા પહલા જ પગલા લેવાની માંગ કરી હતી. આ ઉપરાંત આવાસો રહીશોએ મકાનો ખુબજ ટુંકા સમય માં જર્જરિત જેવી હાલતમાં થઇ ગયા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

Share This Article