સુરત: મુગલીસરામાં પાલિકાની કચેરીમાં આર.ઓ પ્લાન્ટ લગાવાયો

admin
2 Min Read

સુરત મહાનગરપાલિકા હાઈડ્રોલિક વિભાગના દ્વારા શહેરજનો માટે સપ્લાય કરવામાં આવતા પીવાના પાણીની શુદ્ધતા અને ગુણવત્તા વધુ છે. પરંતુ મુગલીસરામાં પાલિકાની મુખ્ય કચેરીમાં આર. પ્લાન્ટ કેમ લગાડવામાં આવ્યું તે સવાલ ઉભું થાય છે.  સુરત મહાનગરપાલિકા હાઈડ્રોલિક વિભાગ દ્વારા પીવાનું પાણી શહેરીજનોને સપ્લાય કરવામાં આવે છે. પાણીની શુદ્ધતા અને ગુણવત્તા માટે જરૂરી  IS-10500 [ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ] ધરાવે છે. જો સુરત મહાનગરપાલિકાનું પાણી આટલું શુદ્ધ અને ગુણવત્તાવાળું છે

તો રિંગરોડ સ્થિત ડો. આંબેડકર શોપીંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળે આવેલ સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ, આરોગ્ય વિભાગની ફૂડ તપાસ માટેની પબ્લિક હેલ્થ લેબોરેટરી,  બી.આર.ટી.એસ. સેલ અને ટ્રાફિક સેલની ઓફિસોમાં રોજે રોજ 20 લીટરના આશરે 10 થી 12 મિનરલ વોટરના બાટલાનું પાણી કેમ પીવાય છે.?  મિનરલ વોટર કંપનીને પ્રજાના પરસેવાના રૂપિયાની તિજોરી માંથી દર મહિને આશરે 4 થી 5 હજારનું બિલ ચૂકતે કરવામાં આવે છેરિંગરોડ પર આવેલા ડો.આંબેડકર શોપીંગ સેન્ટર પર તો રોજે રોજ મિનરલ વોટરના પાણીનો ઉપયોગ કરાય છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી કે જ્યાં શાસકોના તમામ પદાધિકારીઓ તેમજ મ્યુનિ.કમિશ્નર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ માટે મુખ્ય કચેરીમાં પણ પીવાના પાણી માટે જુદી જુદી જગ્યાએ આશરે 15 આર.. પ્લાન્ટ મુકવામાં આવેલ છે. આમ,સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રોજ સપ્લાય કરવામાં આવતો શુદ્ધ ગુણવત્તાવાળો પીવાના પાણી પર શાસકો અને વહીવટીતંત્રને પોતે વિશ્વાસ નથી તેમ લાગી રહ્યું છે.

Share This Article