સુરતના લિંબાયત વિસ્તારમાં એક રોડ રોમિયોને યુવતીને લવ લેટર આપવો પડયો ભારે પડી ગયો છે. કારણ કે યુવતી ગુસ્સે થઈજતાં જ તમાશો શરૂ કર્યો હતો અને આ તમાશો જોતા જ યુવતીની છેડતી (Teasing Girl) સમજીને સ્થાનિક લોકોએ દોડીઆવી રોડ રોમિયોને બરાબરનો મેથીપાક ચડયો હતો. જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીગઇ હતી અને રોમિયોની ધરપકડ કરી હતી. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ રોડ રોમિયોને સબક શીખવાડ્યાનો વીડીયો ઉતારી લીધો હતો જે હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે એક યુવતીની હિંમતને લઇને એક રોડ રોમિયોને લોકોએ ધીબેડી નાંખ્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસેથી પસાર થતી એક યુવતીને રોમિયો દ્વારા લવ લેટર આપવામાં આવ્યો હતો. જોકે રોમિયોદ્વારા લેટર આપતાનીસાથે લોકોએ આ યુવકને જાહેરમાં જ મેથીપાક આપવાનું શરૂ કરી દીધુ હતું.જોકે આ યુવકને માર મારતા સમયે સ્થાનિક લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો. છોકરીનોપરિવાર ઘટના સ્થળે પહોંચીને આ યુવક વિરૂદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાગ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવક જે પ્રકારે યુવતીની છેડતી કરતો હતો તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને રોષનો ભોગ બનવું પડ્યું હતું.