સુરત- છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Subham Bhatt
1 Min Read

ઘરફોડ ચોરીના ગુના માં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાનથી પકડી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ઘરફોડ ચોરીના ગુનામાં ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ૧૯૯૭ માં ચોરી કરીને નાસી ગયેલા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Surat: The accused, who has been on the run for the last 25 years, was nabbed by the Surat Crime Branch

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચોરીના આરોપસર નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.રાજસ્થાનના પાલી જીલ્લાના મારવાડ જંક્શન ખાતેથી આરોપી મુન્નાલાલ ઉર્ફે ભલારામ ઉર્ફે ભવરલાલ મેધવાળને ઝડપી પાડવામાં આવ્યો હતો.મજકુર આરોપી મહીધરપુરાના ગુનામાં વોન્ટેડ હતો. આરોપીનો કબજો મહીધરપુરા પો.સ્ટે.માં સોંપવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.

Share This Article