સુરત : મોબાઇલના ઝઘડામાં યુવકની ધતાકી હત્યા

admin
2 Min Read

અમરોલી ચાર રસ્તા પાસે મોબાઇલ ફોનને લઇ થયેલી તકરારમાં હુમલો કરવા ગયેલા યુવાનો ઉપર હરીફોએ જ હુમલો કરી દઇ એકની પીઠમાં ચપ્પુ મારી રહેંસી નાંખવાની ઘટનામાં અમરોલી પોલીસે 11 આરોપીઓને ઝડપી લીધા હતા.અમરોલી રંગનગર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રાજન ઉત્તમ પજીયાર પોતાના ઘરે પીઠમાં ચપ્પું સાથે ઘરે પહોંચ્યો હતો . ઘરેથી ગરબા જોવાનું કહી નીકળેલો રાજન પીઠમાં ચપ્પું ઘૂસેલી અવસ્થામાં ઘરે પહોંચતાં પરિજનો ડરી ગયા હતા અને ઉતાવળે તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા . જો કે તે હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ મોતને ભેટ્યો હતો . પોલીસે તપાસ કરતાં આ યુવાન કોસાડ આવાસમાં રહેતા અજ્જુ નામના ટપોરીનો મિત્ર હતો.કિરણ પ્રમોદ બિસોઇ નામના યુવાન પાસે જે મોબાઇલ ફોન હતો તે અર્જુને ગમી ગયો હતો અને તે મોબાઇલ ફોન પડાવી લેવાનો ઇરાદો હોવાનું અન્નુ શેખી મારી ચૂક્યો હોઇ પહેલાં ઝઘડા બાદ સમાધાનના નામે અજ્જુ તેના ચારથી પાંચ સાગરિતો સાથે ત્યાં પહોંચ્યો હતો.ત્યારે કિરણ બિસોઇએ તેના બે ભાઇઓ રાજેશ રોશન ઉપરાંત રંકનીધી ઉર્ફ રાકેશ પ્રધાન,મનોજ જૈના,મિચ્છુ દલાઇ,દીપક ગંભીર રાજપૂત , ઉત્તમ કિશન શાહુ , અજય પંચુ મંડલ અને રાકેશ ઉર્ફે જગુ પટનાયક સાથે તૂટી પડ્યો હતો . રાજનની પીઠમાં ચપ્પું મારી તેની હત્યા કરી નાંખી હતી . અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.બી.પઢિયાર અને વી.એ.ડોડિયાએ ટીમ બનાવી આરોપીઓને દબોચી લીધા હતા.

 

Share This Article