લો બોલો.. મેઈડ ઈન ઈન્ડિયાની વાતો કરતી સરકાર મેઈડ ઈન ચાઈનાના ભરોસે !

admin
1 Min Read

ભારતની સરહદમાં ઘુસણખોરી કરનાર અને ભારતના 20 જવાનોને શહિદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓની સાથે સાથે વિવિધ સંગઠનો પણ ચીની સામાનનો બહિષ્કાર કરી ચીનને સબક શિખવાડવાની વાત કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતની ભાજપ સરકાર મેઈડ ઈન ચાઈનાના 40 હજાર જેટલા ટેબલેટ 58 કરોડ રુપિયાની માતબર રકમથી ખરીદીને સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં વિતરણ કરી રહી છે.  ગુજરાત સરકારે રાજ્યની શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે “મેઈડ ઈન ચાઈના”ટેબલેટ મંગાવ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસે ચાઈના પ્રોડક્ટ મંગાવવા બદલ શિક્ષણમંત્રીના રાજીનામાની પણ માંગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યા અનુસાર, સરકારે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજરી પુરી શકાય તે માટે ચાઈનાની લિનોવો કંપનીના 40 હજાર ટેબલેટ મંગાવ્યા છે.

આ એક ટેબલેટની કિંમત આશરે 14,500 રૂપિયા છે અને થોડા સમય પહેલા જ રાજ્યની અલગ-અલગ શાળાઓમાં આ ટેબલેટ આપવામાં આવ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે, દેશભરમાં ચીન સામે રોષ ભરાયો છે ત્યારે ગુજરાતની સરકારે ચીન પ્રત્યે પોતાનો પ્રેમ બતાવ્યો છે.

Share This Article