‘મહા’ મુસીબત સામે તંત્ર સાબદુ

admin
2 Min Read

સમગ્ર રાજયમાં “મહા” વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે રાજયમાં ત્યારે ૧૫૧ કિલોમીટર નો સૌથી લામ્બો દરિયાઈ તટ ધરાવતા ભાવનગર જિલ્લાના દરિયા કિનારે સલામતી અંગે ના તમામ આગમચેતી પગલાઓ સત્તાવાળ તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, મહુવા, તળાજા, અલંગ સહિતના દરિયા કિનારે એલર્ટને લઇ જીએમબી, મરીન પોલીસ, સહિત જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ, કમૅચારી ઓને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં સૌથી મોટા બંદર તરીકે પ્રખ્યાત એવાં ઘોઘા બંદર ખાતે ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે માછીમારોને આગામી ૭૨ કલાક સુધી દરિયામાં ન જવા-દરિયો ન ખેડવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમજ માછીમારી કરવા જતી તમામ બોટોને પરત બોલાવી દરિયા કિનારે લંગરી દેવામાં આવી છે. તદ્દ ઉપરાંત સંભતઃ ભારે વરસાદ અગર ભારે પવન ફૂકાય તો જાનમાલની ખૂવારી નિવારવા માટે વિશેષ પગલાઓ લેવામાં આવ્યા છે “મહા” વાવાઝોડું આમતો દિવ થી દ્વારકા ના દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું રીસ્ક લેવા માંગતુ નથી અગાઉ ઘટેલી ઘટનાઓ દુર્ઘટનાઓ પર થી તંત્ર બોધ લઈને સંપૂર્ણ પણે સજ્જ બન્યું છે ભાવનગર શહેર-જિલ્લા ના નિચાણવાળા વિસ્તારો ઉપરાંત સમુદ્ર કિનારે વસેલી વસ્તી ઓનો  સર્વે કરવામાં આવ્યો છે અને જરૂર જણાયે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવ ની તૈયારી ઓ પણ કરી છે તો બીજી તરફ એનડીઆરએફ ની ટીમો પણ સંપૂર્ણ રીતે સજ્જ છે અને ગમે તેવી  આફત સામે લડી લેવા તૈયાર છે.

Share This Article