ટાટા મોટર્સની સૌલે ‘કનેક્ટ વિથ SAUL’ રજૂ કરી

admin
2 Min Read

ટાટા મોટર્સની વિશિષ્ટમાલિકોની કોમ્યુનિટી સૌલ (SOUL) એ આજે તેની વર્ચ્યુઅલ કનેક્ટ પ્રોપર્ટી – કનેક્ટ વિથ SAULના પ્રારંભની જાહેરાત કરી હતી, જે એક વેબીનાર શ્રેણી છે જેનો ઉદ્દેશ આ કસોટીરૂપ સમયમાં કોમ્યુનિટીના સભ્યોમાં શોધકના ઉત્સાહને જીવંત રાખવાનો છે. લોકડાઉનના સમયગાળામાં SAUL સભ્યોમાં બંધનને મજબૂત બનાવવાના હેતુથી, કંપની આ કોમ્યુનિટી માટે સૌપ્રથમ વખત એક વર્ચ્યુઅલ પહેલ લાવે છે જેમાં સખ્યાબંધ વેબીનાર્સ યોજવામાં આવશે જે સભ્યોને ઘરે સુગમતાથી અને સુરક્ષિત રીતે સામેલગીરીનો અનુભવ માટેનો ખ્યાલ અને અનુભવ પૂરો પાડશે.

વેબીનાર સિરીઝનું પ્રારંત્ર સત્ર 29 ઓગસ્ટના 2020ના રોજ યોજનાર છે, જેમાં સભ્યોને વર્ચ્યુઅલ કેચ-અપ બેઠકમાં તેમની ભૂતકાળની આઇકોનિક ડ્રાઇવ્સ અને રિટ્રીટ્સની યાદગીરીઓ પરના સંસમરણો અને બંધનની યાદ અપાવશે. વધુમાં જેના થકી આ કોમ્યુનિટી છે તેવા આ સાહસના ઉત્સાહને પુનઃજીવીત કરવા માટે આ આકર્ષક #Connect With SOUL ના ભવિષ્યના વેબિસોડ્ઝ નવો વર્ચ્યુઅલ અનુભવ, DIY વર્કશોપ્સ. તેમજ વ્હિકલ નિભાવ, કુશળતા સત્રો વગેરે પૂરા પાડશે. આ પ્લેટફોર્મ SAUL કોમ્યુનિટીના 15000થી વધુ સભ્યોને સેવા પૂરી પાડશે, આ સત્રોમાં પ્રોગ્રામની વેબસાઇટ પર સરળ રજિસ્ટ્રેશન્સ મારફતે ઍક્સેસ મેળવી શકાય છે.

વર્ચ્યુઅલ પહેલના પ્રારંભ અંગે ટિપ્પણી કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલબિઝનેસના માર્કેટીંગ વડા શ્રી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,“પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમારા SAUL સભ્યો મુસાફરી, સ્થળો શોધવા અને પહેલા ન મળ્યો હોય તેવા રોમાંચક અનુભવ શોધી શકવા અક્ષમ છે. કનેક્ટ વિથ SAUL દ્વારા અમે અમારા કોમ્યુનિટી સભ્યોની સામેલગીરી અને બંધન માટે પ્લેટફોર્મ પરું પાડવા માટે આતુર છીએ અને તે રીતે તેમના એસયુવી માલિકીના અનુભવમાં સુધારો કરાશે. SAUL(એસયુવી ઓનર્સ યુનાઇટડ લીગ) ટાટા મોટર્સના ખાસ કાર્યક્રમ છે જે ટાટા એસયુવીના માલિકોને મનગમતા સાથીદાર સાથે શ્વાસ થંભાવી દેવા તેવા લેન્ડસ્કેપ્સમાં સાહસિક ડ્રાઇવ દ્વારા એક સાથે લાવે છે. SAUL કાર્યક્રમ ટાટા મોટર્સ જેન્યુઇન એસેસરીઝ, વિસ્તરિત વોરંટી અને ઇન્સ્યોરન્સ પર વિશિષ્ટ ઓફર્સ પણ પૂરી પાડે છે. જે ટાટા એસયુવીના માલિકીપણના અનુભવમાં વધારો કરે છે.

Share This Article