ટાટા સ્કાયે 14મી વર્ષગાંઠે પોતાના જૂના ગ્રાહકોને સન્માનિત કર્યા

admin
2 Min Read

ચિમ્પ એન્ડ ઝી ઇન્કની ભાગીદારીમાં બ્રાન્ડે હ્રદયસ્પર્શી એક વિડિયો બનાવ્યો છે, વિડિયોના માધ્યમથી બ્રાન્ડ 14 એવા ગ્રાહકોની #14Years Of Jingalala journey ને પ્રકાશમાં લાવ્યું છે, જે છેલ્લાં 14 વર્ષથી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.

મુંબઇ, 14 ઓગસ્ટ, 2020 – ટાટા સ્કાયે 8 ઓગસ્ટના રોજ તેની 14મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ટાટા સ્કાય એક એવી બ્રાન્ડ છે કે જે વ્યૂહાત્મક આયોજન, ટેકનીકલ ઇનોવેશન અને ઉત્સાહ જેવા મૂલ્યો તથા પોતાની સખત મહેનતની સાથે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરનારી સફળ અને ઇનોવેશન આધારિત બ્રાન્ડ તરીકે વિકસિત થઇ છે.

(File Pic)

14મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભારતની અગ્રણી કન્ટેન્ટ વિતરણ અને પે ટીવી પ્લેટફોર્મ ટાટા સ્કાયે ચિમ્પ એન્ડ ઝી ઇન્કના સહયોગમાં એક ડિજિટલ અભિયાન #14YearsOfJingalalaની શરૂઆત કરી છે, જે અંતર્ગત ટાટા સ્કાયના સૌથી પહેલાં 14 ગ્રાહકોને સન્માન આપવામાં આવ્યું હતું.

આ અભિયન દેશભરમાં ટાટા સ્કાયના કેટલાંક સૌથી નિષ્ઠાવાન ગ્રાહકો સુધી પહોંચ્યું અને તેમને છેલ્લાં એક દાયકાથી પણ વધુ સમયથી બ્રાન્ડ સાથે જોડાઇ રહેવાના તેમના વિચાર વ્યક્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો. ગ્રાહકોની યાદો અને વાર્તાઓ છેલ્લાં 14 વર્ષ દરમિયાન બ્રાન્ડના વિકાસની પુષ્ટિ કરે છે, જેને એક વિડિયો સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તે બ્રાન્ડની ગુણવત્તા તથા વિશ્વસનીયતા ઉપર પ્રકાશ પાડે છે. અભિયાન હેઠળ જાણીતા સેલિબ્રિટિઝે આ સફળ યાત્રા માટે ટાટા સ્કાયને અભિનંદન પાઠવ્યાં હતાં.

Share This Article