144 માળનું ટાવર 10 સેકન્ડમાં થઈ ગયું ધ્વસ્ત, જુઓ લાઈવ વીડિયો….

admin
1 Min Read

કોઈપણ ઈમારતને બનાવવા માટે વર્ષો વીતિ જાય છે. પણ તેને ધરાશાયી કે જમીનદોસ્ત થતાં સેકન્ડોની વાર લાગે છે. UAEના અબુધાબીમાં 144 માળના ટાવરને માત્ર 10 સેકન્ડમાં પાડી દેવામાં આવ્યું હતું એક અહેવાલ મુજબ, 165 મીટર ઊંચા આ ટાવરને ધરાશાયી કરવા માટે 915 કિલોગ્રામ વિસ્ફોટક અને 3000થી પણ વધારે ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અને નિયંત્રિત ડાયનામાઈટ લગાવીને એક બટનવડે વિસ્ફોટ કરીને ટાવરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશન બાદ ચારેબાજુ ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. તેમજ તેનો ધડાકો દૂર દૂર સુધી સંભળાયો હતો જેના કારણે લોકો પણ ભયભીત થઈ ગયા હતા.

તો બીજી બાજુ ઈમારત ધ્વસ્તનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. કેમ કે આ પહેલાં સૌથી ઓછા સમયમાં આટલી ઊંચી ઈમારતને ક્યારેય ધ્વસ્ત કરી શકવામાં આવી નથી.

સોશિયલ મીડિયામાં ટાવરનાં ડિમોલિશનનો આ વીડિયો લોકોને હેરાન કરી રહ્યો છે.

Share This Article