કોરોના સંકટથી જમીન પર આવી જશે ઉડ્ડયન ક્ષેત્ર

admin
1 Min Read

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણમાં આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ મહામારીથી દેશ-દુનિયામાં ચાલી રહેલા લોકડાઉનથી ભારતીય એવિએશન સેક્ટરને ભારે નુકશાનનો સામનો કરવો પડશે..

ઈન્ટરનેશનલ એવિએશન ટ્રાવેલ એસોસીએશનની એક રિપોર્ટ મુજબ કોરોના સંકટથી એવિએશન સાથે જોડાયેલા ઉદ્યોગોના લગભગ 29 લાખ લોકોને નોકરી ગુમાવી પડી શકે છે. આ રીપોર્ટ અનુસાર તેના કારણે ભારતીય વિમાન સેવા કંપનીઓને ચાલુ વર્ષે 1,122 કરોડ ડોલર એટલે કે આશરે 86 હજાર કરોડનું નુકશાન થશે અને લાખો લોકો બેરોજગાર થઈ શકે છે.

એશિયા-પેસેફિક ક્ષેત્ર માટે જાહેર કરાયેલ આ રિપોર્ટમાં સૌથી વધારે નોકરીઓ ભારતમાં જવાની આશંકા દર્શાવાઇ છે જ્યારે આવકના નુકશાન મામલે જાપાન અને ઓસ્ટ્રેલિયા બાદ ભારત ત્રીજા સ્થાન પર રહેશે. ભારતમાં 25 માર્ચથી જ આખા દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પૂર્ણ રીતે બંધ છે.

ઈન્ટરનેશનલ એવિએશન ટ્રાવેલ એસોસીએશનના રીપોર્ટ પ્રમાણે યાત્રી વિમાન સેવા પર લાગુ કરવામાં આવેલ પ્રતિબંધ જો 3 મહિના સુધી રહે છે તો વર્ષ 2019ની સરખામણીમાં ચાલુ વર્ષે દેશમાં મુસાફરોની સંખ્યામાં 8.98 કરોડ એટલે કે લગભગ 47 ટકાનો ઘટાડો આવશે.

Share This Article