ગુજરાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાઈ

admin
1 Min Read

પોતાના ટિકટોક વિડિયોને લઈ હંમેશા વિવાદોનું કેન્દ્ર રહેલ ગુજરાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. થોડા દિવસ અગાઉ ઘૂવડને પકડીને વિડિયો બનાવવા બદલ વિવાદમાં આવેલ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307ના ગુનામાં કીર્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો હોવાથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી.

મહત્વનું છે કે, ટિકટોક એપ્લિકેશને યુવા વર્ગને ખૂબ જ ઘેલું લગાડ્યું છે. એપ્લિકેશન ભારતમાં આવ્યા બાદ રાતોરાત અનેક લોકો તેમાં સ્ટાર બની ગયા હતા. ત્યારે સુરતની કીર્તિ પટેલ પણ ટિકટોક સ્ટાર છે. જોકે તે પોતાના ટિકટોક વિડિયોને લઈ હંમેશા વિવાદમાં રહે છે. ત્યારે હવે એક યુવક પર હુમલાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

Share This Article