પેરાસિટામોલ સહિત 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ, કોરોના વાયરસને લઈ કેન્દ્ર સરકાર થઈ સતર્ક

admin
1 Min Read

કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ હડકમ્પ મચી ગયો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકાર દ્વારા બેઠકોનો દોર શરુ થઈ ગયો છે અને કોરોના વાયરસ સામે પહોંચી વળવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કેન્દ્રએ એક્સપોર્ટ પોલિસીમાં ફેરફાર કરતા 26 દવાઓ અને ફોર્મ્યુલેશનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પેરાસિટામોલ, ટિનિડાઝોલ, નિઓમાઈસિન સહિત 26 દવાઓ અને ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે પેરાસિટામોલ સહિત દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 26 ફોર્મૂલેશન અને એક્ટિવેટ ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે મંગળવારે આ અંગેનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. જેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે,  ભારત ફાર્મા ઈન્ગ્રીડિએન્ટ્સની ઘણી પ્રોડક્ટ્સની 80% સુધી ચીનથી આયાત કરે છે. પરંતુ દુનિયામાં જેનેરિક દવાઓની આપૂર્તિના મામલામાં ભારત સૌથી મોટું બજાર છે. અમેરિકન બજારને ડ્રગ્સની આપૂર્તિ કરનારી 12% મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ ભારતમાં છે.

Share This Article