હાથ મિલાવવાના બદલે નમસ્તે કરો, કોરોનાથી બચવા AMC કમિશનરની ટીપ

admin
1 Min Read

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ ત્રણ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરી લોકોને હાથ મિલાવવાના બદલે હાથ જોડીને નમસ્તે કહેવા માટે અપીલ કરી છે.

કમિશનર વિજય નહેરાના ‌ટ્વીટર મુજબ હવે જ્યારે આપણે કોરોના વાઇરસ સાથે મુકાબલો કરવા સજ્જ છીએ ત્યારે તે માટે સૌથી વધુ સરળ અને સૌથી અસરકારક બાબત એ છે કે આપણે હાથ મિલાવવાના બદલે એકબીજાને નમસ્તે કહીએ. તેમણે આ સંદેશનો બહોળો પ્રચાર કરીને કોરોના વાઇરસના ફેલાવા પર નિયંત્રણ મૂકવા મદદ કરવા પર ભાર મૂક્યો હતો.

મહત્વનું છે કે, કોરોના વાયરસને લઈ મ્યુનિસિપલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. SVP અને સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના વાઇરસના ચાર જેટલા શંકાસ્પદ કેસ આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા. લોકોને આ વાઇરસથી ખાસ સાવચેત રહેવા હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તેની અપીલ કરાઈ છે.

Share This Article