કોરોનાની અસરના કારણે ભારતીય નેવીનો મહત્વનો નિર્ણય, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ ‘મિલન 2020’

admin
1 Min Read

કોરોના વાયરસના સતત વધતા જતા કેસો બાદ દેશમાં હવે દરેક ક્ષેત્રમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે…દેશભરમાં કોરોનાના આશરે 8 કેસો અત્યાર સુધી સામે આવી ચુક્યા છે.

ત્યારે ભારતીય નેવીએ પણ કોરોના વાયરસના સંક્રમણ સામે સાવધાની વર્તતા પોતાના મલ્ટી-નેશન નૌસૈન્ય અભ્યાસ  મિલન 2020ને ટાળી દીધું છે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના ચેપને રોકવા માટે નેવીએ આ પગલું ભર્યું છે. વિશાખાપટ્ટનમમાં થનારા આ બહુ-રાષ્ટ્ર મેગા નૌસૈનિક અભ્યાસને અત્યારે ટાળી દીધો છે. મિલન નવલ એક્સરસાઇઝને 18થી 28 માર્ચ વચ્ચે થવાની હતી. આ નૌસૈનિક અભ્યાસમાં 40 દેશોના ભાગ લેવાની આશા હતી.

અધિકારીઓએ જણાવ્યું, ‘તમામ ભાગીદારો અને COVID-19ના ફેલવાથી લાગેલા યાત્રા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા નૌસૈનિક પ્રેક્ટિસોને અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.’નેવીના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે  મિલન 2020ને ખુબ ઉત્સાહજનક પ્રતિક્રિયા મળી હતી. વિશ્વભરની નેવીએ આ પ્રેક્ટિસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય નેવી આવનારા દિવસોમાં પ્રેક્ટિસ કરશે. ભારતીય નેવી દિલથી તે તમામ નેવીનો આભાર વ્યક્ત કરે છે જેણે મિલન 2020માં સામેલ થવાના નિયંત્રણનો સ્વીકાર કર્યો હતો.

Share This Article