કોરોના વાયરસનો વધતો જતો ખૌફ, વાયરસને વધતો અટકાવવા વડાપ્રધાન મોદીએ લીધી હાથમાં કમાન

admin
2 Min Read

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ દેશભરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી ઉપરાંત જયપુર, તેલંગાણા, આગરામાં પણ કોરોના વાયરસના કેસો સામે આવતા ખળભળાટ મચ્યો છે. દિલ્હીમાં દરરોજ દેશભરના લોકો અવર જવર કરતા હોય છે.

એવામાં લોકો એ વાતને લઈ ભયભીત છે કે  જો દિલ્હીમાં આ વાયરસ ફેલાશે તો દેશભરમાં એનો ખતરો ઉભો થઈ શકે છે. કોરોના વાયરસનો પ્રભાવ સતત વધી રહ્યો છે. છેલ્લા બે દિવસની અંદર જે પ્રકારે ભારતમાં આના કેસો સામે આવ્યા છે ત્યારબાદથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને લોકોને અપીલ કરી છે કે વધારે ગભરાવાની જરુર નથી. કોરોના વાયરસની અસરના પગલે પીએમ મોદીએ પણ તાત્કાલિક અસરથી મંગળવારે બેઠક કરી અને આને અટકાવવા માટેની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે.

પીએમ મોદીએ નોવેલ કોરોના વાયરસ સામે બાથ ભીડવાની તૈયારીઓની સમીક્ષા કરી. સાથે જ તેમણે લોકોને કહ્યું કે, ગભરાવાની કોઈ જરુર નથી. પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું કે, કોવિડ 19ના ખતરાને પહોંચી વળવા માટેની તૈયારીઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી. અલગ અલગ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે, જો ભારત આવનાર લોકોની તપાસથી લઈને ઈમરજન્સી આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવાના સંદર્ભમાં છે. તો બીજીબાજુ કોરોના વાયરસના ખતરાને જોતા નોએડાની કંપનીઓને એલર્ટ રહેવા જણાવાયું છે. અહીં ગૌતમબુદ્ધ નગર જિલ્લા પ્રશાસને 1 હજારથી વધુ દેશી-વિદેશી કંપનીઓનો કોરોના વાયરસ એલર્ટ નોટિસ ફટકારાઈ છે.

Share This Article