સામાન્ય રીતે મંદિર જવાનું ધાર્મિકતા સાથે જોડવામાં આવે છે, પરંતુ મંદિર જવાના કેટલાક વૈજ્ઞાનિક હેલ્થ બેનિફિટ્સ પણ રહેલા છે. ઉલ્લેખનીય છે કે, રોજ મંદિર જવાથી મોટા ભાગના હેલ્થ પ્રોબ્લેમ્સ કન્ટ્રોલ કરી શકાય છે. જે લોકો રોજ મંદિરમાં દર્શન કરવા જતા હોય તે વ્યક્તિને ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે. મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી ત્યાંની પોઝિટીવ એનર્જી પગ દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. મહત્વનું છે કે, ખુલ્લા પગે ચાલવાના કારણે પગમાં રહેલા પ્રેશર પોઇન્ટ પર દબાણ આવે છે અને તેનાથી હાઇ બીપીનો પ્રોબલેમ કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત રોજ મંદિર જવાથી તેમજ માથા પર તિલક કરવાથી આપણા બ્રેનના ખાસ હિસ્સા પર દબાણ પડે છે. તેનાથી કોન્સનટ્રેશન વધે છે. ચંદન કે કુમકુમના તિલકથી મન પ્રફુલ્લિત રહે છે અને મગજ ઠંડુ રહે છે. તિલક કરવાથી એક અદભુત અનૂભુતિ થાય છે. આ ઉપરાંત મંદિરમાં જવાથી શરીરને આરામ આપતા સાત પોઇન્ટ એક્ટિવ થાય છે. તેનાથી એનર્જી લેવલ વધારવામાં મદદ મળી રહે છે. આ ઉપરાંત ઈમ્યૂનિટી વધે છે. મંદિરમાં રહેલું કપૂર, ગુગળ અને અન્ય પવિત્ર વસ્તુઓથી કરાતો ધુપ, હવનનો ધુમાડો બેક્ટેરિયા ખતમ કરે છે. મંદિરનું શાંત વાતાવરણ અને શંખનો અવાજ વ્યક્તિને મેન્ટલી રિલેક્સ કરે છે તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે. રોજ મંદિર જઇને ભગવાનની આરતી સાંભળવાથી બ્રેન ફંકશન સુધરે છે. તેનાથી ડિપ્રેશન પણ દૂર થાય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
