કેન્દ્રીય નાણાં મંત્રીની સૌથી મોટી જાહેરાત

admin
2 Min Read

નાણામંત્રી નિર્મલા સીતારમન 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ સાથે જોડાયેલા પાંચમાં અને છેલ્લા ભાગની જાહેરાત કરી રહ્યાં છે. નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, આપદાને અવસરમાં ફેરવવાની જરૂર છે. તે પ્રમાણે આર્થિક પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, આ પેકેજમાં લેન્ડ, લેબર, લો, લિક્વિડિટી પર ભાર આપવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતામરને કહ્યું કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બિનિફિટ ટ્રાન્સફર કેશ કરવામાં આવ્યા છે.

આ ખાતા હેઠળ 8.19 કરોડ કિસાનોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. મનરેગા માટે બજેટની ફાળવણીમાં 40,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. જેમાં ગામડાઓમાં પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોને વધુ કામ મળશે. જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે.

તેમણે જણાવ્યું કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ શ્રેણીમાં ગરીબોને તેમના એકાઉન્ટમાં નાણાં જમા કરાવવામાં આવ્યા છે.

નાણાં મંત્રીએ જણાવ્યું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક પેકેજ લેન્ડ, લેબર, લિક્વિડિટી, લૉ જેવી વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યું છે, જેમ કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

નાણામંત્રીએ કહ્યું કે, ગરીબોને તરત મદદ મળી રહી છે. લોકડાઉનની સાથે જ ગરીબો માટે જાહેરાત કરાઇ. 16364 કરોડની સહાય સીધી ગરીબોના ખાતમાં જમા થઇ ગઇ.

અમે પ્રવાસી શ્રમિકોની વેદના જાણી. સરકાર દ્વારા સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલ સુધારાત્મક પગલા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, તમામ જિલ્લાઓની હોસ્પિટલમાં ઈન્ફેશિયસ ડિસીઝ હોસ્પિટલ બ્લોક્સ તૈયાર કરાયા છે.

તેમજ નેશનલ ડિઝિટલ હેલ્થ મિશનનો અમલ શરુ કરવામાં આવ્યો છે. તો ટેસ્ટિંગ લેબ માટે 550 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 1થી 12 માટે દરેક ધોરણ માટે અલાયદી ટીવી ચેનલની વ્યવસ્થા કરવામાં આવશે.

ટોચની 100 યુનિવર્સિટીઓને 30 મે, 2020થી ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની પણ મંજુરી આપવામાં આવી છે. નાણાં મંત્રીએ આ ઉપરાંત શ્રમિકોને વતન મોકલવા અંગેની વ્યવસ્થા અંગે જણાવ્યું કે, શ્રમિકોને ટ્રેનોમાં મોકલવામાં આવે છે તેમાંથી 85 ટકા ભાગ કેન્દ્ર સરકાર જ્યારે 15 ટકા રાજ્ય સરકાર ભોગલે છે. તેમાં ભોજનનો ખર્ચ પણ સમાવેશ થયો છે.

Share This Article