ટ્વિટર પર સૌથી મોટો સાયબર અટેક, સરકારે ટ્વિટરને નોટિસ પાઠવી માહિતી માંગી

admin
1 Min Read

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સાયબર હુમલાને લઈ સતર્કતા દાખવવામાં આવી રહી છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દિગ્ગજ હસ્તીઓના એકાઉન્ટ હેક થવાની પણ માહિતી સામે આવી છે.

(File Pic)

ત્યારે ભારતની સાઇબર સુરક્ષા માટેની નોડલ એજન્સી CERT તરફથી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરને એક નોટિસ પાઠવી અમુક વિગતો માંગવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સીઈઆરટી તરફથી ટ્વિટરને નોટિસ પાઠવીને તાજેતરમાં વૈશ્વિક સ્તર પર હેકરોએ ટ્વીટર યૂઝર્સના એકાઉન્ટ હેક કર્યા હતા તેમાં ભારતમાંથી કેટલા હાઇપ્રોફાઇલ એકાઉન્ટ છે તેમજ ભારતના કુલ કેટલા એકાઉન્ટ્સ હેક થયા છે તે સહિતની માહિતી માંગવામાં આવી છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, CERT-in તરફથી ટ્વિટરને ભારતમાં કેટલા યૂઝર્સે વાયરસ સાથેની લિંક કે ટ્વીટ પર ક્લિક કર્યું હતું તેની માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શું આ યૂઝર્સને અનિધિકૃત Login અંગેની માહિતી ટ્વિટર તરફથી આપવામાં આવી છે કે નહીં તે અંગે પણ પૂછવામાં આવ્યું છે.

Share This Article