ખુનિયા મહાદેવના ધોધનો રમણીય નજારો

admin
1 Min Read

પચંમહાલમાં સતત વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદ થતા ખુનિયા મહાદેવ ધોધ વહેતો થયો છે.પાવાગઢ પરથી ખુનિયા મહાદેવના ધોધનો રમણીય નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા હતા. ધોધના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો.ધોધમાં નહાવા માટે અનેક સહેલાણીઓ ઉમટ્યા હતા, ઉલ્લેખનીય છે કે પાવાગઢની તળેટીમાં આવેલ ખુણીયા મહાદેવના વહેતા ધોધમાં ન્હાવા માટે આવેલા વડોદરાના ચાર મિત્રોને ઘરે પરત જતા અકસ્માત નડયો હતો. જેમાં એક મિત્રનું સારવાર દરમિયાન મોત થયું છે.થોડા દિવસો પેહલા વડોદરાથી ચાર મિત્રોની કારને ટક્કર મારતા કાર રોડની ડીવાઇડર સાથે અથડાઇ લાઇટના થાંભલા સાથે ટકરાઇ હતી. ચારેય ઇજાગ્રસ્ત મિત્રોને તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલોમાં લઇ ગયા હતા. જ્યાં એન્થની પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને પણ નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.

Share This Article