રસ્તા પર વોકર સાથે ગબડ્યું બાળક, સુપરમેન બનીને આવ્યો શખ્સ અને બાળકને બચાવ્યું

admin
1 Min Read

ફિલ્મી પડદે અને બુકોમાં આપણે હિરો ઘણા જોયા છે અને સાંભળ્યું પણ હશે પણ રિયલ લાઈફની વાત કરીએ તો હિરો બહુ ઓછા જોવા મળતા હોય છે. જોકે આવા જ એક રિયલ લાઈફ હિરોનો વિડિયો હાલ વાયરલ થયો છે. જેનો વિડિયો ફિલ્મમેકર નિલાએ શેર કર્યો હતો. જેમાં એક બાઈક ચાલક શખ્સે કઈ રીતે વોકરમાં બેઠેલા નાના બાળકને સુપરમેનની જેમ બચાવ્યો તે દેખાઈ રહ્યુ છે.

વાયરલ થયેલા આ વિડિયોમાં એક બાળક જે વોકરમાં બેઠુ હતું જે વોકરની સાથે જ રસ્તા પર ગબડવા લાગે છે. જે દરમિયાન રસ્તા પરથી પસાર થતા બાઈક સવારની નજર તેના પર પડે છે અને તે બાઈકચાલક પોતાના જીવની પરવા કર્યા વગર તાત્કાલિક બાઈકને બ્રેક મારીને બાઈખ રસ્તા પર જ મૂકીને દોડીને તેનો બાળકનો જીવ બચાવે છે. ત્યારબાદ બાળકની માતા પણ તાત્કાલિક ત્યાં દોડીને આ પહોંચે છે અને બાઈક ચાલક બાળકને તેની માતાને સોંપી દે છે.

આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો આ બાઈક સવાર સુપરમેનની પ્રશંસા કરી રહ્યા છે. આ બાઈકચાલકને લોકો રિયલ હીરો ગણી રહ્યાં છે.

Share This Article