કોઈ વેક્સીન 100 ટકા અસરકારક નથી હોતી : રિપોર્ટ

admin
1 Min Read

ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમણને જોતા ભારતની વેક્સીન પર પણ કામ ઝડપી કરી દેવામાં આવ્યુ છે. ત્યારે આવી સ્થિતિમાં વેક્સીન કેટલી કારગર નીવડી શકે છે તે પણ ખાસ મહત્વનું બની જાય છે.


તેવામાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે કોરોનાના સંક્રમણને લઈ જણાવ્યું કે, શ્વસન તંત્રના રોગ સામે કોઈપણ વેક્સીન 100 ટકા અસરકારક નથી હોતી. તેમણે જણાવ્યું કે, 50થી લઈને 100 ટકા સુધીની અસરકારક વેક્સીનને પણ કદાચ કોરોના સામે લડવા માટે મંજૂરી આપી દેવામાં આવી શકે છે. જોકે તેમણે સાથે એ પણ જણાવ્યું કે, અમે અપેક્ષા કરીએ છીએ કે જે પણ વેક્સીન મંજૂરી માટે આવે તે અસરકારકતા મામલે ચોક્કસ વધુ નંબર ધરાવતી હોવી જોઈએ.

ડો. ભાર્ગવે કહ્યું કે ‘શ્વસન તંત્રના રોગની કોઈપણ વેક્સીન 100 ટકા અસરકારક પુરવાર થઈ શકે નહીં. ડબલ્યુએચઓએ કહ્યું છે કોઈપણ વેક્સીનમાં ત્રણ મહત્વની વસ્તુ હોવી જોઈએ એટલે તેનો ઉપયોગ કરી શકાય છે. પહેલી સેફ્ટી એટલે કે તે ઉપયોગ માટે સુરક્ષિત હોવી જોઈએ. બીજી ઇમ્યુનોજેનિસિટી – એટલે કે શરીરમાં રહેલા વાયરસ સામે રોગપ્રતિકારક ક્ષમતા વધારતી હોવી જોઈએ અને ત્રીજી તે અસરકારક પૂરવાર થવી જોઈએ. મહત્વનું છે કે, ડબલ્યુએચઓએ પણ વેક્સીન અંગે કહ્યું છે કે 50 ટકા અસરકારકતા ધરાવતી વેક્સીનને પણ મંજૂરી આપી શકાય છે

Share This Article