નવરાત્રિ પૂર્ણ થતાં ઠંડીનો ચમકારો, 1 નવેમ્બરથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો થશે પ્રારંભ

admin
1 Min Read

નવરાત્રિ પૂર્ણ થતાં જ ઠંડી પણ આકરી બની રહી છે. જેનો અનુભવ પણ લોકોને થવા લાગ્યો છે. ધીમી ગતિએ શરુ થયેલી શિયાળાની મોસમની ઠંડી રવિવાર બાદથી અચાનક આક્રમક બની હતી. રાજ્યમાં પ્રવર્તતા ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોની અસરથી છેલ્લાં પાંચ દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનનાં શહેરોમાં ગરમીમાં ઘટાડો થયો છે.

જેના કારણે કેટલાક ભાગોમાં લોકોને રીતસરની ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ખાસ કરીને ચરોતર પંથક એટલે કે આણંદ જિલ્લામાં લોકોને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જોકે 1 નવેમ્બરથી રાજ્યમાં ગુલાબી ઠંડી સાથે શિયાળાનો પ્રારંભ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યનાં તાપમાનમાં મોટો ફેરફાર થશે નહિ પણ નવેમ્બર મહિનાથી રાજ્યનાં વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચશે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી અને લઘુુત્તમ તાપમાન 22.1 ડિગ્રી નોંધાયુ હતું. ચાર દિવસ લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી રહ્યાં બાદ ક્રમશ નીચે જશે.

Share This Article