સમૂદ્રમાંથી મળ્યો એવો જીવ વાયરસને પણ ખાઈ જશે

admin
2 Min Read

કોરોના વાયરસનો કહેર દુનિયાના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. આ વાયરસની દહેશતથી લોકો ભયભીત થઈ ગયા છે. નરી આંખે જોવા પણ ના મળતા કોરોના વાયરસે દુનિયા આખીમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસના મારણની વેક્સીન શોધવા માટે ભારત, અમેરીકા સહિત કેટલાક દેશો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પરંતુ હજી સુધી તેમાં ચોક્કસ કે સંપૂર્ણ સફળતા હાથ લાગી નથી. આ વાયરસનો ખાતમો કેવી રીતે થશે? આ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

ત્યારે સંશોધકોને કેટલાક સુક્ષ્મ જીવો મળી આવ્યા છે જે કોરોના વાતરસનો પણ કાળ સાબિત થઈ શકે છે. સંશોધકોને સમુદ્રમાંથી એક સૂક્ષ્મ જીવ મળ્યો છે જે ઘણા વાયરસને ખાય છે. આ દુનિયાનો એક માત્ર એવો જીવ છે જે વાયરસ ખાય છે. વૈજ્ઞાનિકોએ આ અંગેની પુષ્ટી કેટલીક તપાસ કર્યા બાદ કરી છે.

બિગલો લેબોરેટરીના સંશોધનકાર અને મેન શહેરમાં રહેતા પ્રોટિસ્ટના જણાવ્યા પ્રમાણે, આ જીવ વિશ્વના કોઈ પણ પ્રાણીના ડીએનએ સાથે મેળ ખાતા નથી. જેનાથી મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ અને છોડને નુંકશાન પહોંચાડતા વાયરસ તેનાથી મરી જાય છે. આ એક નવી ફૂડ ચેન એટલે કે ખોરાકનું ચક્ર છે. જેમાં જીવો ચેપી ઝેરી જંતુઓને પોતાનો ખોરાક બાનવી દે છે.આ સુક્ષ્મસજીવો આખી પૃથ્વી પર રહેલા છે. તેમની વસ્તી ક્યારેય સમાપ્ત થતી નથી. તેઓ પૃથ્વીના સમગ્ર બાયોમાસમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. આ જીવોમાંથી કેટલીક દવાઓ મેળવીને ઘણા રોગોથી સુરક્ષિત કરી શકાય છે.

Share This Article