મારૂતિનંદન કાઠિયાવાડીની મુશ્કેલી વધી : રૂ25 લાખ ત્રણ માસમાં ચૂકવવા કોર્ટનો હુકમ

admin
1 Min Read

અમદાવાદના સોલા બ્રિજ નીચેના પ્લોટ પર આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોરિપોરેશન કાઢેલી રૂપિયા 96 લાખની રિકવરીની નોટિસ મામલે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જે દરમિયાન હાઈકોર્ટે રેસ્ટોરન્ટના માલિકને રૂ 25 લાખ 3 મહિનાની અંદર ચૂકવી આપવાનો મહત્ત્વનો આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, મારૂતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાઢેલી રુપિયા 91 લાખની રિકવરીની નોટિસના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રેસ્ટોરન્ટના માલિકને રૂ 25 લાખ 3 મહિનાની અંદર ચૂકવી આપવાનો મહત્ત્વનો આદેશ કર્યો છે.

ખંડપીઠે કોર્પોરેશન અને રેસ્ટોરન્ટ બંને પક્ષને આ વિવાદ હવે અહીં જ પૂર્ણ કરવાની ટકોર કરી હતી અને બંને પક્ષે સંમતિ દર્શાવતા ઉક્ત રૂ 25 લાખની ચૂકવણી કરવાના આદેશ સાથે રિટનો નિકાલ કર્યો હતો.

Share This Article