માત્ર દુલ્હનના જ ફોટો ક્લિક કરતો હતો ફોટોગ્રાફર, વરરાજાને આવી ગયો ગુસ્સો….

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં લગ્ન સમારોહનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોનારા પેટ પકડીને હસવા મજબૂર થઈ રહ્યા છે.

આ વીડિયોને ફેસબુક અને ટ્વિટર પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુલ્હન અને વરરાજા લગ્નના સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે. સ્ટેજ પર એક ફોટોગ્રાફર આવી જાય છે અને તેમને પોઝ આપવા માટે કહે છે. થોડા સમય પછી ફોટોગ્રાફર વરરાજાને સાઇડમાં કરીને ફક્ત દુલ્હનની તસવીરો ક્લિક કરવા લાગે છે. પતિની સામે આટલી નજીકથી પત્નીની કોઈ તસવીર ખેંચે તો શું થાય તે બધા જાણે છે અને ગુસ્સે ભરાયેલ વરરાજા ફોટોગ્રાફરને થપ્પડ મારે છે. જોકે ફોટોગ્રાફર પણ થપ્પડ ખાધા પછી હસીને સાઇડમાં થઈ જાય છે. બીજી તરફ દુલ્હન હસી હસીને લોટપોટ થઈ જાય છે અને નીચે પડી જાય છે. આ ઘટનાક્રમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આટલું જ નહીં લોકો આ વીડિયો પર ઘણા ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

https://twitter.com/Ease2Ease/status/1357675009905291264?s=20

Share This Article