ખેડૂતોએ ડાંગરના રોપણીનું કામ શરૂ કર્યું

admin
1 Min Read

ડાંગર એ સ્વયં પરાગીત પાક છે. જેથી ડાંગરના પાકમાં સુધારેલ જાતોનું પ્રમાણિત બીજ ઉત્પાદન ચોક્કસ એકલન (આઇસોલેશન) અંતર રાખી સ્વયં પરાગનયનથી બિયારણ તૈયાર કરી શકાય છે. ડાંગરની સુધારેલ જાતોનું ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ કક્ષાનું પ્રમાણીત બીજ ઉત્પાદન કોઇ પણ સંસ્થા કે ખેડૂત લઇ શકે છે. જે ખેડૂતભાઇઓ ડાંગરનું સર્ટિફાઇડ કે ફાઉન્ડેશન કક્ષાનુ પ્રમાણીત બીજનુ વેચાણ પોતે બજારમાં જાતે ન કરવા ઇચ્છતા હોય તેઓએ ગુજરાત રાજ્ય બીજ નીગમ, રાષ્ટ્રીયબીજ નિગમ. દ્વારા ખેત પધ્ધતિનો અભિગમ અપનાવવો જોઈએ. હાલમાં જ મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં ખેડૂતોએ ડાંગરની રોપણીના કામની શરૂઆત કરી છે. અને ઠેર ઠેર ખેડૂતપૂત્રો ડાંગરની રોપણી કામમા વયસ્ત જોવા મળ્યા છે. સંતરામપુર તાલુકામાં નહીવત વરસાદ છતા  પોતાના મન સંતોષવા રોપણી કરવામાં આવે છે. મહીસાગરથી પાણી દરેક જીલ્લાઓ સુધી પહોંચાદવામાં આવે છે પરંતુ સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે પાણીની સુવિધા મળતી નથી. અને તળાવો ભરવાની કામગીરી પણ હજુ ગોકળગતિએ ચાલતી જોવા મળે છે.

Share This Article