Connect with us

ગુજરાત

બનાસકાંઠા-અંબાજી મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી

Published

on

માં અંબા ની ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી..માં અંબા એટલે વિશ્વ ની આરાધ્યા દેવી, માતાનુ ગોલ્ડન ટેમ્પલ અંબાજી ખાતે વિરાજમાન છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય છે કે આ સ્થળે ભક્તો માતાજી ના આશીર્વાદ લેવા વર્ષ દરમીયાન આવતા હોય છે અને દર્શન કરીને માં અંબા ને સાક્ષાત સ્વરૂપે મળ્યાં હોય તેવો અનુભવ ભક્તો ને થાય છે.

શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી વહીવટદાર સાહેબની આગેવાની મા ધજા ગબ્બર પગપાળા ચાલતા નીકળ્યા હતા અને ગબ્બર ટોચ ખાતે ધજા ચઢાવવામાં આવશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના તમામ કર્મચારીઓ અધિકારીઓએ શક્તિ દ્વારથી હાથમાં ધજા લઈને માં અંબા ના ગુણગાન કરીને ગબ્બર તરફ પગપાળા નીકળ્યા હતા અને ગબ્બર તળેટી પહોંચ્યા બાદ ગબ્બર ચાલતા ઉપર જઈને ભાદરવી પૂનમ સુખ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાં ચાલતા ઉપર જઈને માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

વિદેશમાં પણ જોવા મળી વેલિયન્ટ ક્રિકેટરની ફેન ફોલોઈંગ, નેપાળના પોખરામાં વિપુલ નારીગરાના ચાહકોએ સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી કરી

Published

on

વેલિયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરાની દેશમાં જ નહિ વિદેશમાં પણ લોક ચાહના વધવા લાગી છે, ભારતની અપ્રતિમ વેલિયન્ટ ક્રિકેટ ટીમ તરફથી રમતા વિપુલ નારીગરા ક્રિકેટની સાથે સાથે ભારતની એક જાણીતી વ્યક્તિ પણ બની ગઈ છે. મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગરમાં જન્મેલા વિપુલ નારીગરાની ફેન ફોલોઈંગ હવે દેશની બહાર પણ જોવા મળી રહી છે. 2017માં ક્લબ ક્રિકેટમાં 10મી વિકેટ માટે સર્વોચ્ચ વિશ્વ રેકોર્ડ ભાગીદારી કરનાર વિપુલએ 2017માં નેપાળના પોખરામાં એક યાદગાર ઇનિંગ્સ રમી હતી. જે ઇનિંગ હતી 10 વિકેટ સાથેની વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશીપની. એ ઇનિંગ જે તે સમયે આખા નેપાળ અને એશિયા જ નહીં પણ આખા ક્રિકેટ વર્લ્ડમાં ચર્ચાનો વિષય બની હતી. સોશિયલ મીડિયામાં પણ વિપુલ નારીગરાના મોટી સંખ્યામાં ચાહકવર્ગ છે.


તેમના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ સેલિબ્રિટી ટિક સાથે વેરિફાઈડ છે. તેમના ચાહકો અવાર નવાર વિપુલ વિશે પોસ્ટ કરતા હોય છે. પણ આ વખતે તેમની દેશમાં નહીં વિદેશમાં આવી લોકપ્રિયતા જોવા મળી છે. હાલમાં ચાલી રહેલ સ્ટાર ડેસ્ક 10માં વેલિયન્ટ ટીમ વતી નેપાળના પોખરામાં વિપુલ નારીગરા ગયા હતા. જ્યાં નેપાળના અલગ અલગ શહેરોથી આવેલા ફેન્સ ટીમ , ત્યા નેપાળ ના અલગ અલગ શહેરો થી આવેલા ફેન્સ ટીમ હોટેલ ખાતે પહોંચ્યા હતા અને વિપુલ સાથે ફોટા અને વીડીયો લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટી-શર્ટ પર વિપુલના ઓટોગ્રાફ લઈને એક મહિલા ચાહકની ખુશીનો પાર ના રહ્યો

Continue Reading

સુરત

સુરત- અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનારને સજા

Published

on

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા મામલે આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠેરવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે.

તેમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી. આ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી.સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

ભારત-તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું

Published

on

તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફજનરલ બિપિન રાવત, તેના પત્ની મધુલિકા સહિત 14 અધિકારીઓ સવાર હતા. ખરાબ રીતે સળગી ગયેલી હાલતમાં 4 મૃતદેહો મળ્યા છે. રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. તેમની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી. દુર્ઘટનાની જે તસવીરો સામે આવી છે, તેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે.

જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના અધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે. 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ દુર્ઘટના ગ્રસ્ત હેલિકોપ્ટરમાં સવાર હતા.

Continue Reading
ગુજરાત4 weeks ago

ભારત-કંગનાના નિવેદન પર અનેક રાજકીય આગેવાનોએ પ્રતિભાવો આપ્યા

ગુજરાત2 weeks ago

ગુજરાત-સરકારી ભરતી માટે તૈયારી કરતાં ઉમેદવારો

ગુજરાત4 weeks ago

ભારત-વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે

ગુજરાત2 weeks ago

ગુજરાત-દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે

ગુજરાત4 weeks ago

ગુજરાત-દ્વારકાના સલાયામાં બે શખ્સોનાં ઘરમાંથી 46 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત2 weeks ago

ગુજરાત-રાજયમાં 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા

ગુજરાત4 weeks ago

ગુજરાત-દિવાળીની રજાઓ બાદ રાજ્યમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા

ગુજરાત2 weeks ago

ભારત-આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા પરત લેવાશે

Trending