Connect with us

જુનાગઢ

ગરવા ગિરનારમાં વર્ષોની પરંપરા તુટશે, લીલી પરિક્રમા કોરોનાના કારણે નહીં યોજાય

Published

on

ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. એકબાજુ અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે તો સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે. ત્યારે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને જુનાગઢ જિલ્લા કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે.

જૂનાગઢના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. જૂનાગઢ સહિત રાજ્યભરમાં વધતા જતા કોરોનાના સંક્રમણની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પરિક્રમા કરવા ન આવવા તંત્રએ અપીલ કરી છે.

કોરોનાના કારણે પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તુટશે. મહત્વનું છે કે, દર વર્ષે અગિયારસના દિવસથી લીલી પરીક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે.

જુનાગઢ

જુનાગઢ : ૩૮ વર્ષ પહેલા થયેલી જળ હોનારતને યાદ કરી આજે પણ ગામ હિબકે ચડી જાય છે

Published

on

કેશોદના ઓઝત કાંઠે આડત્રીસ વર્ષ પહેલાં થયેલી પુર હોનારતની યાદથી હજું ગામવાસીઓ હિબકે ચડે છે…જુનાગઢ ના કેશોદના બામણાસા ગામે જળ હોનારતમાં એકસાથે ૫૯ લોકો મોતને ભેટયા હતાં ત્યારે દર વર્ષે ગામ સ્વયંભુ બંધ પાળી શોક વ્યક્ત કરે છે..સોરઠ પંથકમાં આજથી આડત્રીસ વર્ષ પહેલાં સાંબેલાધાર વરસાદ પડતાં ઓઝત નદી અને સાબળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જેનાં કારણે ઓઝત નદી કાંઠે આવેલાં વિસ્તારમાં જાનમાલની મોટી ખુવારી થઈ હતી. કેશોદ તાલુકાનાં બામણાસા ગામે સમગ્ર સોરઠમાં સૌથી વધારે મોટી ખુવારી થઈ હતી. કેશોદ તાલુકાનાં બામણાસા ગામે પસાર થતી ઓઝત નદી અને સાબળી નદીનાં પાણી ફરી વળતાં એક જ ગામના ૫૯ લોકો મોતને ભેટયા હતાં. આજે પણ એ કરુણતા યાદ કરતાં ગામવાસીઓ હિબકે ચડી જાય છે.

બામણાસા ગામના વાડી વિસ્તારમાંથી લોકોને હોડી મારફતે લાવવામાં આવી રહ્યા હતાં ત્યારે અકસ્માતે હોડી ઉંધી વળી જતાં બેસેલા ઘોડાપુર માં તણાઈ ગયા હતા. બામણાસા ગામે પુર ઓસરતાં ઓઝત નદીના કિનારે તણાઈ ને આવેલ ઘરવખરી ઉપરાંત મૃતદેહ પરનાં દરદાગીના મુળ માલીકની ખરાઈ કરી આપવામાં આવ્યાં હતાં. કેશોદના બામણાસા ગામે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ની ગૌશાળામાં રહેતી ગાયો આશ્રમમાં પાણી ફરી વળતાં ભાભરવા લાગી હતી ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ખીલેથી છોડાવવા કોણ જાય પરંતુ કોઈ ગેબી શક્તિ દ્વારા તમામ ગાયોની સાંકળ છુટી જતાં ગાયો સલામત રહી હતી અને આશ્રમમાં આવેલ સિધ્ધ મહાપુરુષ મકનદાસ બાપુનો આવેલ ધુણો પાણી ફરી વળવા છતાં પણ પ્રજ્વલિત રહ્યો હતો એ શ્રધ્ધા અને આસ્થા નું પ્રમાણ બની ગયું હતું. બામણાસા ગામના વયોવૃદ્ધ, યુવાનો આડત્રીસ વર્ષ પહેલાં બનેલી હોનારતની ઘટનાને યાદ કરે છે તો હજુ આજે પણ એ દ્રશ્ય નજરે હોય એમ યાદ કરતાં કરતાં રોમેરોમમાં કરુણા વાણી સ્વરૂપે ટપેકે છે. સોરઠમાં ગત ૨૨મી ઓગસ્ટ ૧૯૮૩ માં થયેલી જળહોનારત માં એકસાથે ૫૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો એ ગોઝારા દિવસે સમગ્ર ગામમાં સ્વયંભૂ બંધ પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.

Continue Reading

જુનાગઢ

જુનાગઢ : માળીયા હાટીનામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

Published

on

એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કાળાઝાર ગરમી વચ્ચે જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે સીઝનના પ્રથમ વરસાદે ભારે વંટોળ સાથે જિલ્લામાં ઘબડાટી બોલાવી હતી. જોકે માળીયા હાટીના તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ છવાયો છે પ્રથમ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળે છે. માળીયા હાટીના તાલુકામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

મેઘરાજાએ આ વર્ષે સમયસર મહેર કરતા સારી વાવણી થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ત્યારે અસહ્ય બફારા માં પણ રાહત મળી છે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદ અમરાપુર વિરડી આંબલગઢ તરસિંગડા ગડોદર સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરવાની તૈયારીઓમાં જોતરાઇ ગયા છે એકંદરે સમયસર વરસાદ શરૂ થતા વરસ સારું થવાની લોકોને ધારણા છે

Continue Reading

જુનાગઢ

જુનાગઢ : માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ થયા છે ખેડૂતે બળદોને કંકુ તિલક કરી વાવણી ની શરૂઆત કરી છેજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ની અંદર ધીમી ધારના વરસાદ બાદ કેટલાક ખેડૂતોએ ભાવણી ના શ્રીગણેશ કર્યા છે, જુનાગઢ જીલ્લાની અંદર મગફળીની મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે મગફળીનો પાક મોટા પ્રમાણમાં વરસાદ પર નિર્ભર હોય છે ત્યારે બે દિવસ પહેલા પડેલા ધીમી ધારના વરસાદને કારણે જમીન વાવણી લાયક જણાતા અમુક ખેડૂતો એ વાવણી ના શ્રી ગણેશ કર્યા હતા ,

વાવણી નો ચોક્કસ સમય જોઈએ તો ભીમ અગિયાર પછી ચોમાસા ની શરૂઆત થતી હોય છે જેથી મોટા ભાગે 15જૂન પછી મગફળી ની વાવણી બધા ખેડૂતો કરે છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદ ની વહેલી પધરામણી થતા ખેડૂતો એ વહેલી વાવણી કરી છે

Continue Reading
રાજકોટ15 hours ago

રાજકોટ : MLA અંબરીશ ડેરના સમર્થનમાં NSUI

રાજકોટ15 hours ago

રાજકોટ : કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર, તેલના ડબ્બા સાથે કર્યો વિરોધ

પંચમહાલ15 hours ago

પંચમહાલ : રેતીચોરીની આશંકાએ ખાણ ખનીજ વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : ધાનેરા ન.પા.માં ભાજપના ૬ બળવાખોર સભ્યો સામે કાર્યવાહી, સસ્પેન્ડ લેટર થયોવાયરલ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ હવે નહિ ચલાવી લેવાય, કલેકટરે યાત્રિકોની સુવિધા માટે 6 ટીમોની કરી રચના

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના વાસણા ગામે પુષ્પો પાથરી કંકુ પગલાથી દીકરીના વધામણાં

અમરેલી15 hours ago

અમરેલી : રેલવે જમીન મુદ્દે રેલ રોકો આંદોલન ઉપવાસનો મામલો,

ગુજરાત15 hours ago

નેશનલ : અજિત ડોભાલે શંઘાઈની બેઠકમાં ભાગ લીધો, સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ

સુરત3 weeks ago

સુરત: કરોડો ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ, 3 સામે ગુનો

બનાસકાંઠા3 weeks ago

બનાસકાંઠા : ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

પાટણ3 weeks ago

પાટણ : કુણઘેર સ્થિત મોક્ષેશ્વર મુક્તિધામમાં પ્રભુ શિવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી

Uncategorized3 weeks ago

રાજકોટ : માં નકલી ફેવિપિરાવિરનો જથ્થો પકડાયો

સાબરકાંઠા3 weeks ago

સાબરકાઠાં : જિલ્લાના વાતવરણમાં પલટો, ઇડર, વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું

અમરેલી6 days ago

અમરેલી : જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં માછીમારો નુકસાન પામેલી બોટ સહાય કરતી રૂપાણી સરકાર

જુનાગઢ3 days ago

જુનાગઢ : માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ

જુનાગઢ3 weeks ago

જુનાગઢ : વંથલી સી.એચ. સી સેન્ટર ખાતે 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.