જલારામ મંડળ વીરપુરના વડા ડ્રાય ફૂટની ખરીદીને ઠગાઈ કરી સુરતમાં ઝડપાયા

Subham Bhatt
3 Min Read

જલારામ મંડળ વીરપુરના વડા હોવાની આપી ડ્રાય ફૂટની ખરીદી કરી ઠગાઈ કરનાર ઝડપાયા સુરત ના ભટાર ખાતે આવેલી એક દુકાનમાં મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદી ખરીદવાની વાત કરી દુકાનદાર સાથે 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ ઘટના માં સુરત પોલીસે આરોપીની ધરપકડ કરીને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે સુરતના ભટાર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બનેલી છેતરપિંડીની એક ઘટનામાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે મહારાષ્ટ્રની આ ગાડી ભાડે કરીને અલગ-અલગ દુકાનો પર જઈને ડ્રાઇક્રુટ લઈ પૈસા ન આપી છેતરપિંડી કરતા હતા સુરતના ખટોદરા વિસ્તારમાંવિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સીસાયટી ખાતે દુકાન ડ્રાયફ્રુટ બજાર નામે ડ્રાઇક્રુટની દુકાનમાં મહારાષ્ટ્રના થાણેથી આવેલા વયોવૃદ્ધ અને મહિલા સાથે ડ્રાયફુટની દુકાનમાં આવીને પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા હોવાની આપી હતી.પોતાની હેડ ઓફીસ મહારાષ્ટ્ર થાણે વેસ્ટ ખાતે આવેલ હોવાનું જણાવ્યું હતું.તેમણે પ્રસાદ રૂપે વહેચવા માટે વધારે જથ્થામા ડ્રાયફુટની જરૂર હોવાનું જણાવી 66 કિલો કાજુ કિ.રૂ 49,310 તથા 42 કિ.ગ્રા બાદામ કિ.રૂ .28, 673 તથા 1 કિ.ગ્રા અખરોટ કિરૂ .1100 મળીને કુલ્લે કિ.રૂ 79083ના ડ્રાયફ્રુટ ખરીદ્યા હતા.

The head of Jalaram Mandal Virpur was caught in Surat after cheating by buying dry foot
આ દરમિયાન તેમણે કોમ્પ્યુટર રાઈઝ બિલ બનાવવાનું કીધું હતું. જેથી વિગત પુછતા તેમણે જલારામ મંડલના નામે બીલ બનાવવાનું જણાવેલ અને પોતે લીધેલો સામાન પોતાની ટેક્સી પાર્સિંગની ગાડીમાં મુકવા માટે જણાવ્યું હતું.જોકે મહિલાએ ગાડીમાંથી પેમેન્ટ લેવાના બહાને દુકાનની બહાર નીકળીને આવું છું અને તેની સાથે રહેલી મહિલા ગાડીમાં બેઠી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ જતા દુકાન માલિકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેપારી સાથે પ્રસાદના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. હાલમામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે તેમ જ જે મોબાઇલ નંબર અને તેમને એડ્રેસ લખાવ્યા છે. તેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે આ વૃદ્ધ અમહિલા અને ગાડીના ડ્રાઈવર ની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી પણ પૂછપરછ કરતા આ લોકો એક બેંકમાં હતા અને ગેંગ દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરી ખરીદી કરી પૈસા ન આપતા હતા.આ પ્રકારની છેતરપિંડી કરવા માટે તેઓ ગાડી ભાડે કરીને જતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જોકે પોલીસે પકડાયેલા વ્યક્તિઓએ ભૂતકાળમાં પ્રકારની ક્યાં ક્યાં છેતરપિંડી કરી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે

Share This Article