સૌ કોઈની મનપસંદ દિવાળી આવીને જતી રહી અને હવામાં પ્રદૂષણ છોડી ગઈ. સરકારે ભલે ફટાકડાં ફોડવા પર રોક લગાવ્યો હોય તેમ છતાં લોકોએ દિવાળીની ઉજવણીમાં ભરપૂર ફટાકડાં ફોડ્યા. જેની અસર હવામાનમાં વર્તાઈ રહી છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણનો માર સામાન્ય જનતાને સહન કરવો પડી રહ્યો છે. દિવાળી પછી થયેલું વાયુ પ્રદૂષણ અનેક બીમારીઓ ફેલાવે છે. પરંતુ એવા કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેને અપનાવીને આ પ્રદૂષણથી થતા નુકસાનથી બચી શકાય. પ્રદૂષિત વાતાવરણથી બચવા માટે દિવાળી પછી નિયમિત રીતે ગોળ ખાવાનું શરૂ કરવું જોઈએ કારણકે,ગોળમાં એવા ઘણા એન્ટિબાયોટિક્સ તત્વો જોવા મળે છે જેનાથી આપણાં શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. આ ઉપરાંત તુલસીના પાનનો રસ પીવાથી પણ શ્વાસનળીમાં રહેલા પ્રદૂષકોને દુર કરી શકાય છે. લીમડાના પાનનું સેવન લોહી શુદ્ધ કરવામાં તેમજ શરીરને પ્રદૂષણની અસરથી મુક્ત કરવા માટે થાય છે. તેમજ આહારમાં વિટામિન Cથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. જે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
