પાલનપુર બસ સ્ટેન્ડ પાસેનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠાના પાલનપુર બસ સ્ટેન્ડ પાસેથી બિનવારસી હાલતમાં એક યુવકની
લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે લોકોના ટોળેટોળા
ઘટના સ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા. જ્યારે બનાવની જાણ સ્થાનિક પોલીસને
કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ
, પાલનપુર બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે
આવી હતી. આ બનાવ અંગેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો
તાત્કાલિક ઘટન સ્થળે દોડી આવ્યો હતો. યુવકના મોંઢા પર મોટો પથ્થર પડ્યો હતો, જેને
જોઈને પોલીસ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. યુવક કોણ છે
અને ક્યાંનો છે તે અંગે છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી કોઈ માહિતી સામે આવી નથી.
જોકે, હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article