અમેરીકાના ફ્લોરીડામાં સામે આવ્યો બનાવ, 9 ફૂટના મગરનું પોલ બેડાર્ડે કર્યુ રેસ્ક્યુ

admin
1 Min Read

જો તમારા ઘરમાં કે પછી ઘર નજીક અચાનક મગર આવી જાય તો? સામાન્ય રીતે પાણી કે દલદલ વિસ્તારમાં રહેનારા આ ખતરનાક અને જાનવેલા જીવ ક્યારેક નજીકની માનવ વસ્તીમાં પહોંચી જાય છે.આ કોઈ મજાક નથી પણ અમેરીકાના ફ્લોરીડામાં આવું જ કંઈક બન્યુ છે. જ્યાં 9 ફૂટનો મગર ઘરના સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો હતો. સ્વિમિંગ પૂલમાં જ્યારે ઘરના સભ્યોએ આ મહાકાય મગરને જોયો તો સૌ કોઈ ભયભીત થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મુકી હતી. જોકે મગર બહાર નીકળવાનું નામ જ લેતો ન હતો. ઘરના સ્વીમિંગ પૂલમાં મગરને જોઇને લોકો ગભરાયા હતા.

ત્યારાબદ ઘરના સભ્યોએ વનવિભાગને ફોન કર્યો હતો. મગર અને ઘડિયાલ પકડવામાં ખૂબ જ હોશિયાર પોલ બેડાર્ડ તેને પકડવા માટે પહોંચ્યો હતો. ઘરના લોકોએ પોલને ઘરના સ્વિમિંગ પૂલમાં એક મોટો મગર હોવાની વાત કરી હતી. ત્યારબાદ પોલ બેડાર્ડ ડર્યા વગર સીધો જ સ્વિમિંગ પૂલમાં ઉતરી ગયો હતો અને ત્યારબાદ ઘડિયાલ સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. મગર પણ તેની આગળ-પાછળ તરવા લાગ્યો હતો. ત્યારબાદ બેડાર્ડે પોતાની મહારત અજમાવીને મગરનું ધ્યાન ભટકાવીને મોંઢા ઉપર ટેપ બાંધી દીધી હતી. ત્યારબાદ બેડાર્ડે મગરને ઉઠાવી લીધો હતો અને તેને જંગલમાં મોકલી આપ્યો હતો.

Share This Article