સામાજિક અલગતાની સ્વાસ્થ્ય પર અસર, એકલા અટૂલા રહેતા વૃદ્ધોમાં સંધિવાનું જોખમ

admin
1 Min Read

કોઈ પણ વયની વ્યક્તિ સાથે સામાજિક સમરસતા જાળવી રાખવી જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો સાથે સામાજિક વ્યવહાર સાચવવો જરૂરી છે. વૃદ્ધોને સામાજિક રીતે અળગા રાખવાથી સંધિવાનું જોખમ વધે છે. ‘અમેરિકન જિરિયાટ્રિક્સ’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે. સંધિવા ધરાવતી વ્યક્તિઓમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ જોવા મળે છે. એકલતામાં રહેવાથી તેમાં વધારો થઈ શકે છે. જેમાં ચિંતા, ડિપ્રેશન, સહિત અનેક પરિબળો સામેલ છે. યુરોપિયન પ્રોજેક્ટની માહિતીથી કરાયેલાં આ રિસર્ચમાં સદંતર એકલા રહેતા વૃદ્ધો અને સંધિવા પર તેની અસર વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ રિસર્ચ 60 વર્ષની વયના કેટલાક વોલન્ટિયર્સ પર કરવામાં આવ્યું હતું. તેમાંથી 30% લોકોને સંધિવા હતો. રિસર્ચમાં વોલન્ટિયર્સને જોવા મળ્યું કે માત્ર 20% લોકો જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વૈજ્ઞાનિકોનાં અવલોકનમાં સામે આવ્યું કે, સામાજિક રીતે અળગા રહેલાં લોકોમાં અન્ય લોકોની સરખામણી કરતાં સંધિવાની તીવ્રતા વધારે જોવા મળી હતી. સાથે જ આ લોકોમાં ડિપ્રેશન અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. સામાજિક અલગતાની અસર સ્વાસ્થ્ય પર પડતી હોવાથી રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો દ્વારા વૃદ્ધોને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ આપેલ છે.

Share This Article