અંડરવર્લ્ડના કુખ્યાત ડોનને પણ થયો કોરોના

admin
1 Min Read

ભારતના એક સમયના અંડર વર્લ્ડ ડોન અને હાલ પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા દાઉદ ઈબ્રાહિમ અને તેના પત્ની મહઝબીનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાઈમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના ગાઈડ અને અન્ય સ્ટાફને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહઝબીનને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેને અને તેની પત્નીને કરાંચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે હાલમાં પાકિસ્તાન દ્વારા આ વાતને વારંવાર નકારાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અહેવાલ સાચા છે કે દાઉદ અને તેની પત્નીને કોરોનાનો ઈલાજ કરવા મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે,  પાકિસ્તાનમાં ઘણાં સમયથી દાઉદ પોતાના પરિવાર સાથે છુપાઈને રહ્યો છે.

ભારતે ઘણી વખત આ બાબતના પૂરતા પુરાવા પણ આપ્યા છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. તેમ છતાં પાકિસ્તાન આ બાબતને માનવાનો ઈન્કાર કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 85264 પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં 1770 લોકોના મોત થયા છે. જ્યારે 30128 લોકો સાજા થયા છે. જ્યારે હજુ પણ 53366 લોકોમાં કોરોના એક્ટિવ છે.

Share This Article