કોરોનાની સ્થિતિને જોતા સ્વામિનારાયણ સંપ્રદાયે લીધો મહત્વનો નિર્ણય

admin
1 Min Read

કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન લગાવ્યાબાદ હવે અનલોક 1માં ધીમે ધીમે પ્રતિબંધોને હળવા કરી તબક્કાવાર લોકડાઉન ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં મંદિરો પણ નિયમોને આધારે 8 જૂનથી ખુલવાના છે.8 તા રીખથી મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોને પણ પરવાનગી મળવાની શક્યતાઓ છે. જો કે અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડલાસ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે… કાળુપુર સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની સ્થિતીને જોતા 17 જૂન સુધી મંદિરો નહી ખોલવા માટેનો નિર્ણય લીધો છે.

જ્યારે કોરોનાના કેસમાં વધારો થતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાંના મંદિરો 17 જૂનથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ભક્તોએ દર્શન માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે

BAPS દ્વારા મંદિરો નહીં ખોલવાની પ્રથમ જાહેરાત કરાઈ

સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ અલગ અલગ પંથો છે. જેમાં બીએપીએસ દ્વારા કોઇ પણ મંદિર 15મી તારીખ સુધી નહી ખોલવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 જુને કદાચ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તેમ છતા પણ બીએપીએસનાં તમામ મંદિરો કોરોનાની સ્થિતીને જોતા 15 તારીખ પછી સ્થિતી અનુસાર નિર્ણય લેશે…

Share This Article