વડોદરા શહેરમાં સમાવેશ થવાનો મામલો

admin
1 Min Read

વડોદરાની આસપાસના ઓ.જી. વિસ્તાર સહિત છ ગામોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ઠ કરવાના વીએમસીની સામાન્ય સભામાં પસાર થયેલા ઠરાવના વિરોધમાં આજે છ ગામના રહીશોઓએ વિશાળ રેલી કાઢીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. નવલખી મેદાન ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરીને ગ્રામજનો જોડાયા હતા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલીક આ ઠરાવને રદ કરવાની માંગણી કરી હતી. વિકાસથી વંચિત રહેલા વડોદરાની આસપાસના કેટલાક આઉટ ગ્રોથ (ઓ.જી.) વિસ્તાર સહિત સેવાસી, વેમાલી તથા ભાયલીના ગામોને વડોદરા શહેરની હદમાં સમાવિષ્ઠ કરવાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં દરજીપુરા, કરોડીયા, બીલ, ઉંડેરા, ગોરવા તથા ગંગાનગર માટે સ્થાયી સમિતિ દ્વારા વધારાની ભલામણ કરવામાં આવી હતી. જેનો ભાયલી, સેવાસી, વેમાલી, ઉંડેરા, કરોડીયા, બીલના ગ્રામ પંચાયતે વિરોધ કર્યો હતો. આ ગામના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જો કે, આ ઠરાવનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો. આ મુદ્દે આજે છ ગામના ગ્રામજનો નવલખી મેદાન ખાતે એકઠા થયા હતા. ત્યાંથી કલેક્ટર કચેરી સુધી તેઓએ રેલી કાઢીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

 

Share This Article