વડોદરા : ઇન્દિરા મેદાન પર થનાર પોલીસ આવાસને લઈને હોબાળો

admin
2 Min Read

વડોદરામાં વોર્ડ નંબર 14 વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે ઇન્દિરા મેદાન આવેલું છે. આ મેદાન પર પોલીસોના આવાસો અને પોલીસ ચોકી બનાવવાની હિલચાલ સામે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે અને આ મુદ્દે આજે દેખાવો કરવામાં આવ્યા હતા. મેદાન આપો મેદાન આપો રમવા માટે મેદાન આપો તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ગાજરાવાડી સ્મશાનની સામે આવેલું આ મેદાન ચાર દરવાજા વિસ્તારમાં સૌથી મોટું મેદાન છે જ્યાં શાળાના અને વિસ્તારના બાળકો રમવા માટે આવે છે. બાળકોને રમવા માટે આ એક જ મેદાન બાકી રહ્યું છે. અગાઉ અહીં દારૂ-જુગારના અડ્ડા ચાલતા હતા. જે બંધ કરાવવામાં આવ્યા હતા. દેખાવો અને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વોર્ડ નંબર 14ના ભાજપના કોર્પોરેટર કહે છે કે હવે મેદાનો બચ્યા નથી અને જે કોઈ બચ્યા છે તે કોર્પોરેશન વેચી રહી છે. પોલીસને તેની ચોકી કે આવાસ બનાવવાના હોય તો આજ વિસ્તારમાં ગાજરાવાડી શાસ્ત્રી બાગ પાસે પટેલ એસ્ટેટ પાસે ભદ્ર કચેરી પાસે અથવા તો સુલેમાની ચાલ વાળી જગ્યા પર બનાવી શકે છે અહીં શા માટે બનાવે છે કે જ્યાં બાળકો નિયમિત રમતગમતની પ્રવૃત્તિ કરે છે. આ મેદાન બાળકોની રમતગમતની પ્રવૃત્તિ માટે છે. જે ખુલ્લું રહેવું જ જોઈએ. વિસ્તારના લોકોની 3000 જેટલી સહી સાથે કલેકટરને આ મુદ્દે આવેદનપત્ર પણ આપવામાં આવશે. એમ કહી તેમણે મેદાન બચાવવા ઉગ્ર લડત અપાશે તેમ ઉમેર્યું હતું.

Share This Article