મજૂરે ખેતર માલિકની કુહાડીથી કરી હત્યા

admin
1 Min Read

એક ખેડૂત ઉપર 22 વર્ષના મજૂરે જીવલેણ હૂમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે મૃતકને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો.પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર અમીરગઢમાં 22 વર્ષની ઉંમર ધરાવતો આદિવાસી મજૂર દ્વારા ખેડૂત ઉપર હિંચકારો હૂમલો કરી દેવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે દિનેશ રાયમલભાઈ ચૌધરી પોતાના ખેતરમાં સુઈ રહ્યા હતા. આ દરમિયાન હત્યારાએ કુહાડી લઈ ખેતરમાં પહોંચ્યો હતો. ત્યાંજ રાયમલભાઈ ઉપર ઉપરાછાપરી કુહાડીના ઘા માર્યા હતા. અને આરોપી પોતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેની જાણ લોકોને થતાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકને પીએમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે પોલીસ એ તપાસમાં લાગી છે કે, આરોપીએ કયા કારણોસર ખેડૂતની હત્યા કરી છે.

Share This Article