કાંસામાં આરોગ્ય અને અન્નપૂર્ણા સેવાઓનું લોકાર્પણ

admin
1 Min Read

વિસનગર તાલુકાના કાંસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુવિધાસભર નવીન મકાન અને “ મા”નું રસોડુ સેવાનું આજે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાંસા ગામે રૂ.1.10 કરોડના ખર્ચે નવીન આરોગ્ય મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવાઓ ઉપલ્બધ બની છે. આ ઉપરાંત ગામની સીનીયર સીટીઝનો માટે પૌષ્ટીક, સ્વાદિષ્ટ તેમજ શુધ્ધ શાકાહારી ભોજન મળી રહે તે હેતુથી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા “ મા” નું રસોડુ સેવાનો પ્રારંભ કરાયો છે જેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના કાંસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુવિધાસભર નવીન મકાન અને “ મા” નું રસોડુ સેવાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતુ કે મા અમૃતમ,મા વાત્સલય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ ઉપલ્બધ થવાથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે તેમણે ઉમેર્યું હતું કે રાજય સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે વિનામૂલ્યે સારવાર મળે તે માટે અનેક યોજના લાવી છે રાજયભરમાંથી જરૂરીયાતમંદો તેમનો લાભ પણ લે છે તેમ જણાવ્યું હતું.

Share This Article