પોતાની માંગને લઈ LRD પુરુષ ઉમેદવારોએ સરકાર સામે છેડ્યું ટ્વિટર પર આંદોલન

admin
1 Min Read

ગુજરાતની રુપાણી સરકાર સામે ફરી એકવાર યુવાનોએ સરકારી ભરતીઓને લઈ સોશિયલ મીડિયા અભિયાન ચલાવ્યું છે. એલઆરડી ભરતીનો મુદ્દો ફરી એકવાર રાજ્યમાં ઉઠવા પામ્યો છે.

છેલ્લા ઘણા સમયથી એલઆરડી મહિલા ઉમેદવારોના આંદોલન અને વિરોધ પ્રદર્શન તેમજ આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગણી કરવામાં આવ્યા બાદ બિનહથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષક ઉમેદવારોની નિમણૂંકનો હુકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે હવે સોશિયલ મીડિયા પર #LRD_MALE ટ્રેન્ડ થઈ રહ્યું છે. એલઆરડીના પુરુષ ઉમેદવારો દ્વારા ટ્વિટર મારફતે સરકાર સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

 

ટ્વિટર પર પરીક્ષાર્થીઓ દ્વારા એલઆરડી પુરુષોને ન્યાય આપવાની માંગ ઉઠી છે. પરીક્ષાર્થીઓનું એવુ પણ કહેવુ છે કે, એલઆરડી મહિલાની સંખ્યામાં જે રીતે વધારો કરવામાં આવ્યો એ જ રીતે એલઆરડી પુરુષ ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો કરે, જેથી લીંગભેદભાવના કાયદાનું ઉલ્લંઘન ન થાય.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા એલઆરડી પુરુષોને ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Share This Article